સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરલ ગામમાં ૨૯મી જુલાઇના રોજ હત્યાનો બનાવ હતો. ચરલ ગામ ત્રણ રસ્તા પાસે જીઆઇડીસીની જગ્યામાં ગેરકાયદે પાન પાર્લર નજીક રસ્તા પર અડચણરુપ એક્ટિવા દૂર કરવા મુદ્દે ટ્રક ચાલકે ટકોર કરતા આરોપી વાઘેલા મહેશભાઈ મેરૃભાઈએ એક યુવકની હત્યા કરી હતી. આરોપી વ્યવસાય સાથે અસામાજિત પ્રવૃત્તિ કરતો હોય તેવું જણાતા તંત્રની ટીમે પોલીસની મદદથી જીઆઇડીસી મેનેજમેન્ટ સાથે રાખી દૂર કર્યું હતું.

