SURENDRANAGAR : સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ

0
19
meetarticle

સાયલા તાલુકાના કાનપર ગામ નજીક આજે સવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોેરેશનની સલાયા-મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે, પાછળથી જાણવા મળ્યું કે આ એક સુનિયોજિત ‘લેવલ-૩ ઓફસાઇટ મોક ડ્રીલ’ હતી.

કાનપર ગામ પાસે આઇઓસીએલની પાઇપલાઇનમાં અચાનક ક્રૂડ ઓઇલનું લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તંત્ર દ્વારા ‘લેવલ-૩’ ની કટોકટી જાહેર કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ જિલ્લા ફાયર ટીમ, ૧૦૮ મેડિકલ રેસ્ક્યુ, પોલીસ અને એસઓજી સહિતના વિભાગો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીપીસીએલ અને ગુજરાત ગેસના નિષ્ણાતોએ પણ આધુનિક સાધનો સાથે લીકેજ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરી હતી.કલાકોની જહેમત બાદ સ્થિતિ નિયંત્રણમાં આવતા જાણવા મળ્યું હતું કે, આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહીં પરંતુ વહીવટી તંત્ર અને આઇઓસીએલ દ્વારા આયોજિત ‘ઓફસાઇટ મોક ડ્રીલ’ હતી. ભવિષ્યમાં સર્જાનારી સંભવિત હોનારતો સામે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવા માટે આ આયોજન કરાયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, સાયલા મામલતદાર અને જીપીસીબીના અધિકારીઓએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here