SURENDRANAGAR : સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

0
93
meetarticle

સાયલાના નડાળામાં એલસીબીએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડયો હતો. એલસીબીએ સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની રૂ.૯૦ હજારની સાધન સામગ્રી કબજે કરી ચાર શખ્સ સામે કાર્યવાહી કરી છે.

સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેવી માહિતીના આધારે સુરેન્દ્રનગર એલસીબીજી તપાસ કરી હતી. જેમાં નડાળા ગામની સીમમાં સુખ ભાદર નદી કાંઠે આવેલી વાડીના શેઢે ખરાબામાં દેશી દારૂ બનાવવાનો આથો આશરે ૩૨૦૦ લીટર(કિં.રૂ.૮૦ હજાર), એક મોબાઈલ (કિં.રૂ.૫ હજાર), એક દેડકો મોટર (કિં.રૂ.૫ હજાર) મળી કુલ રૂ.૯૦ હજારના મુદ્દામાલ સાથે આરોપી વનાભાઈ ધીરુભાઈ ધરજીયા (રહે.નડાળા) ઝડપાયા હતા. જ્યારે દેશી દારૂ બનાવવાની કામગીરીમાં સામેલ કાળુભાઈ માણસીભાઈ ખવડ (રહે.નડાળા), જયદીપભાઇ ઉર્ફે જયુભાઈ માણસીભાઈ ખવડ (રહે. નડાળા), દેવેન્દ્રભાઈ ઉર્ફે દેવલુભાઈ જયવંતભાઈ ચાવડા (રહે.નાના છૈડા) સ્થળ પર હાજર મળી આવ્યા નહતા.  ચારેય શખ્સો સામે સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ધજાળા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here