SURENDRANAGAR : સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા

0
8
meetarticle

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર વારંવાર પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની પ્રવૃતિઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ધ્રાંગધ્રા હાઇવે પર વધુ એક બોલેરો કાર ચાલક પશુને કતલખાને ધકેલે તે પહેલા જ જીવદયા પ્રેમીઓ ઝડપી લઇ બે અબોલ પશુઓના જીવ બચાવ્યા હતા.

ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓ બાતમીના આધારે હાઈવે પર આવેલા સોલડી ટોલ. નાકા પાસે વોચ ગોઠવી ઊભા હતા. જે દરમિયાન વહેલી સવારે કચ્છ તરફથી એક બોલેરો કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા જીવદયા પ્રેમીએ કાર અટકાવી હતી અને તેમાં તપાસ કરતા એક ભેંસ અને એક પાડા એમ કુલ ૦૨ પશુઓને અતિ ક્રતાપૂર્વક ટૂંકા દોરડા વડે તેમજ ઘાસચારાની સગવડ વગર બાંધેલા હોવાનું નજરે પડતા બોલેરો કાર ચાલક આસિફ શેરખાન જત (રહે. નખત્રાણા) વાળાને ઝડપી પાડી પોલીસને હવાલે કરી પશુ અધિક્રમણ મુજબનો ગુન્હો નોંધ્યો હતો તેમજ પશુઓને પાંજરાપોળ ખાતે મુક્ત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરથી અગાઉ અનેકવાર પશુઓની તસ્કરી ઝડપાઇ છે. જેમાં મોટાભાગના પશુઓ કચ્છ તરથી આવતા હોય છે અને અમદાવદ તરફ જતાં હોય છે. તેમજ અગાઉ પણ જે લોકો ઝડપાયા હતા તેમા મોટાભાગના નખત્રાણાના જ હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here