SURENDRANAGAR : સૌકા પાસે કેનાલમાં લીંબડીના 2 યુવકો ડૂબ્યાં, 1 ની લાશ મળી

0
18
meetarticle

 લીંબડીના સૌકા ગામ નજીક કેનાલમાં નાહવા ગયેલા લીંબડીના બે યુવાન ડૂબી ગયા હતા. એક યુવકની લાશને બહાર કાઢવામાં આવી છે. જયારે અન્ય યુવકની લાશને મોડી સાંજે સુધી શોધખોળ કરવામાં આવી છે. 

લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં દાવલશા શેરીમાં રહેતા રાહીલ યાસીન બેલીમ અને પાંચ મિત્રો સૌકા ગામ પાસે પસાર થતી કેનાલમાં નહાવા માટે ગયા હતા. તે સમયે રાહીલ યાસીનભાઇ બેલીમ અને જયદિપ દિનેશ વાઢેર ( બંને નાના વાસ, લિંબડી)માં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ રાહીલ બેલીમની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પીએમ માટે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જયદિપ વાઢેરની કેનાલમાં શોધખોળ કરવામાં આવી છતાં પણ પત્તો લાગ્યો ન હતો.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here