SURENDRANAGAR : સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો

0
35
meetarticle

ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે મુળીના લીમલી ગામમાં ચેકિંગ હાથ ધરી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી છે. તંત્રની ટીમે સ્થળ પરથી ડમ્પર, જેસીબી સહિતનો રૂ.૩.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને ટીમ દ્વારા મુળી તાલુકાના છેવાડા એવા લીમલી ગામમાં આવેલ સરકારી ગૌચરની સર્વે નંબર વાળી જમીનમાં રેઇડ કરી હતી. જેમાં બે અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર માટી અને રેતીનું મોટા પાયે ખનન થતું ઝડપી પાડયું હતું.રેઇડ દરમિયાન સ્થળ પરથી ૦૨-જેસીબી, ૦૬-ડમ્પર સહિત ફૂલ રૂ.૩.૨૦ કરોડનો મુદામાલ કબજે કર્યોે હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન કરનાર યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની રેઇડથી અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here