SURENDRANAGAR : હળવદના રણછોડગઢ ગામે કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત

0
70
meetarticle

મોરબીના ઘૂટું ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ટ્રીપલ સવારી બાઈકમાં હળવદના રણછોડગઢ ગામે મામા દેવના માંડવામાં જતો હતો અને કુતરું આડું પડતા તારવવા જતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

મોરબીના ઘૂટું ગામે રહેતા રાકેશ ધીરૃભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને તેના મિત્રો ભરત ચંદુ સેખાણી અને પ્રવીણ રઘુભાઈ ભરવાડને બેસાડી રણછોડગઢ ગામ નજીક મામા દેવના માંડવામાં જતા હતા. ત્યારે માથક ગામ પાસે રોડ પર અચાનક કુતરું આડું પડતા તેને તારવવા જતા બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક રોડ સાઈડમાં ઝાડ સાથે ભટકાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક રાકેશ રાઠોડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here