SURENDRANAGAR : હળવદમાં ટ્રાફિકને અડચણરૃપ દબાણો પર જેસીબી ફેરવી દેવાયું

0
13
meetarticle

 હળવદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ પણ દાબણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આજે જેસીબી ફરી વળ્યું હતું. તેમજ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ પણ હટાવવામાં આવ્યા હતા. રસ્તા પરથી દબાણ હટતા ટ્રાફિકની સમસ્યા હળવી થઇ છે.

હળવદ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા મેઇન રોડ, સરા ચોકડી, ટીકર રોડ, મોરબી ચોકડી, સરા ચોકડી, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર કરાયેલા દબાણો હટાવી શહેરના મુખ્ય માર્ગોેને ખુલ્લા કર્યા હતા. આ ઉપરાંત, શહેરના જુના બસ સ્ટેન્ડ રોડ પાસે દુકાનોની બહાર રાખવામાં આવેલા પતરાના શેડ દૂર કર્યા હતા. નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં મંજૂરી વગર લગાવાયેલા હોડગ અને કિયોસ્ક દૂર કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હળવદ  મામલતદાર એ.પી. ભટ્ટ જણાવ્યું હતું કે હળવદ શહેરમાં દોઢસોથી વધુ ગેરકાયદેસર દબાણ ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ગેરકાયદેસર કરેલા દબાણો પતરાના સેડ હટાવવાની કામગીરી નગરપાલિકા ચીફ ઓફિસર તથા પોલીસને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. શહેરીજનોએ આશા વ્યક્તિ કરી હતી કે ફરી દબાણ ન થાય તે માટે નિયમિત દબાણ હટાવવાની કવાયત હાથ ધરવામાં આવે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here