હળવદના આંબેડકર કોમ્પ્લેક્ષ સામે આવેલ પાનની દુકાન પાસે સિગરેટ પીવા ગયા ત્યારે જુના ઝઘડાનું મનદુઃખ રાખી લોખંડ પાઈપ અને લાકડાના ધોકા વડે ચાર શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ એક યુવાન વચ્ચે પડતા તેને પણ ગાળો આપી લોખંડ પાઈપ ઝીકી ઈજા કરી હતી.

હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) ગત તા. ૧૯ ના સવારના સાડા સાતેક વાગ્યે હળવદ આંબેડકર કોમ્પ્લેક્ષ સામે વાસંગી પાનના ગલ્લાએ સિગરેટ પીવા ગયો હતો ત્યારે યુવાનના પરિવારને હળવદ જૂનાવાસમાં રહેતા રાઠોડ પરિવાર સાથે જુના ઝઘડાઓ અંગેનું મનદુઃખ રાખી ચાર શખ્સોેએ મારામારી કરી હતી.આરોપી મનસુખે લોખંડ પાઈપ અને મુકેશે પીઠના ભાગે લાકડાના ધોકા વડે તેમજ અન્ય આરોપીએ પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હિમતભાઈ વચ્ચે પડતા તેને પણ ગાળો આપી પાઈપ વડે ઘા મારી ઈજા કરી હતી. બનાવ અંગે કલ્પેશભાઈ રાઠોડએ (૧) મનસુખ પુંજાભાઈ રાઠોડ (૨) મુકેશ લવજીભાઈ રાઠોડ (૩) ઉત્તમ પ્રવીણભાઈ રાઠોડ (૪) જીતુભાઈ જગાભાઇ રાઠોડ (રહે.તમામ સરા રોડ, આંબેડકરનગર બસ સ્ટેન્ડ પાછળ વિરૃદ્ધ હળવદ પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

