SURENDRANAGAR : હિંમતપુરા-નારણપુરા બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા

0
54
meetarticle

પાટડી નગરપાલિકા હેઠળ આવતા હિંમતપુરા-નારણપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે અને વહેલી તકે બિસ્માર રસ્તાનું યોગ્ય રિપરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા એક તરફ નવા રસ્તાઓ તેમજ રસ્તાના રિપેરિંગ કામ માટે લાખો રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા ગ્રાન્ટનો દુરુપયોગ કરી હલકી ગુણવત્તાની કામગીરી કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પાટડી નગરપાલિકા હસ્તક આવતા હિંમતપુરા-નારણપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં અને ઉબડ ખાબડ બની જતા આ બંને ગામના વિધાર્થીઓ, ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલ રોડ પર કપચી ઠાલવવામાં આવી છે જેના કારણે વાહનોને નુકસાન અને અકસ્માત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. આ મામલે દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમારને પણ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા રોડનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here