SURENDRANAGAR : હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું

0
64
meetarticle

થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરાયો હતો. આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણ ભૂમાફિયાઓના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.

ાનના ભડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલા બાદ તંત્ર જાગ્યું છે. હુમલો કરનાર ૩ ભૂમાફિયાઓ દ્વારા થાનના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા વ્રજ ફાર્મ ટીમો દ્વારા તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા તેમજ થાન અને મુળી મામલતદારની ટીમ દ્વારા જેસીબી વડે ભૂમાફિયાઓના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર ત્રણ ભૂમાફિયા ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમાર, તમામ રહે. થાન વાળા અને અન્ય ૦૩ અજાણ્યા શખ્સો સામે નાયબ મામલતદાર દ્વારા હુમલો અને ફરજમાં રૃકાવટની ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમ દ્વારા બેફામ બનેલા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here