ચોટીલા ચામુંડા માતાજીના સ્થાનકે નવરાત્રિના આઠમ અને નોમ નિમિતે વિશેષ પુજન શણગાર તથા નવચંડી યજ્ઞાનું આયોજન કરાયુ હતું. નોરતાની આઠમ અને રવિવાર હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ૮૦ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ ઉમટી પડી માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

પંચાળની પવિત્ર ભૂમિ પર આવેલા ચોટીલા ડુંગરે હજારોના આસ્થાના પ્રતિક એવા જગત જનની ચંડ મુંડ રાક્ષસોને હણનારી માં ચામુંડાના બિરાજે છે. હાલ ચાલતા આસો નોરતાની આઠમે માતાજી વિશેષ શણગાર સહિત અનુાન સાથે માતાજીના સ્થાનકે હોમ નવચંડી યજ્ઞાનું આયોજન કરાયુ હતું. જ્યાં બ્રાહ્મણોના મુખે શાોક્ત વિધીથી નવચંડીયજ્ઞા કરાતા અનેક લોકોએ નવચંડીયજ્ઞાના દર્શન કર્યા હતા. નોરતાની આઠમ હોવાથી માતાજીના ભક્તો સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓ તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતભરમાંથી પગપાળા તેમજ વાહન મારફત હજારો શ્રધ્ધાળુઓએ દ્વારે પહોંચીને માના ચરણોમાં શીશ નમાવ્યા હતા.
માતાજીની પ્રતિમાને વિશેષ આભૂષણ અને અલંકારો સાથે અષ્ટમી સ્વરૃપનો શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શનનો લાભ લેવા વહેલી સવારે ચાર વાગ્યેથી ભક્તોની ભીડ ઉમટી હતી. ગત મધ્યરાત્રીનાં તળેટી બજાર ધમધમતી થયેલ હતી ડુંગર તળેટી પગથિયાનાં દ્વાર રાત્રીના ૩ઃ૩૦ ના ભાવિકો માટે ખોલી નાખવામાં આવેલ હતા. અને વહેલી પરોઢનાં જ હજારો માઈ ભક્તો ચામુંડા માતાજીના જયઘોષ સાથે ડુંગર ઉપર પ્રયાણ કર્યુ હતું.
બપોરે ૨ઃ૩૦ના અરસામાં બિડુ હોમી આરતી કરી યજ્ઞા પરીપૂર્ણ થયેલ હતો બાદમાં નિચે ભોજનાલય ખાતે મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો. નવરાત્રીનાં પ્રારંભથી આઠમ સુધીમાં એક અંદાજ મુજબ પાંચ લાખ કરતા વધુ ભાવિકોએ ખાસ નવરાત્રી દર્શનનો લાભ લઈ માં ના શરણે શીષ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.

