ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બાલદેવ હોટેલના પાર્કિંગમાં એક ટ્રકમાંથી પશુ આહારના કટ્ટા નીચે સંતાડેલો પ્રતિબંધિત વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. SMCએ દારૂ, વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹૮૭,૮૩,૫૬૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે ટ્રકમાંથી ‘ફક્ત પંજાબમાં વેચાણ માટે’ લખેલી જુદી જુદી બ્રાન્ડની ૬૫૫૦ બોટલો (કિંમત ₹૭૨,૦૫,૦૦૦/-) કબજે કરી હતી. આ ઉપરાંત, પોલીસે ટ્રક (કિંમત ₹૧૫,૦૦,૦૦૦/-), એક મોબાઇલ, પશુ આહારના ૨૫૦ કટ્ટા અને રોકડ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. SMCએ સ્થળ પરથી ટ્રક ડ્રાઇવર, જામનગરના જામજોધપુરનો રહેવાસી અજય દેવરાખીભાઈ ભરાઈ ની ધરપકડ કરી છે.
જોકે, આ ગુનામાં દારૂનો મુખ્ય રિસીવર ભાયાભાઈ માયાભાઈ મોરી (રહે. પોરબંદર), તેનો પાર્ટનર ભાવેશભાઈ સમતભાઈ મોરી અને દારૂનો સપ્લાયર મળી કુલ ત્રણ આરોપીઓ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. SMCએ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે

