SURENDRANAGAR : ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત, તહેવારને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય

0
35
meetarticle

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં ચોટીલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તહેવાર નિમિત્તે વેપારીઓ અને ખેડૂતો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે તે હેતુથી, યાર્ડમાં દસ દિવસનું લાંબુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જણસની ખરીદ-વેચાણની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.

17 ઓક્ટોબરથી 10 દિવસ માટે બંધ

ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, વેકેશનની શરૂઆત તારીખ 17 ઓક્ટોબર, 2025થી થશે. આ રજાઓ સતત દસ દિવસ સુધી ચાલશે અને તેની 26 ઓક્ટોબર, 2025 સુધી રહેશે. આ દસ દિવસ દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની જણસની આવક કે હરાજી થશે નહીં. યાર્ડમાં કાર્યરત તમામ કર્મચારીઓ, વેપારીઓ અને અન્ય સહાયક સ્ટાફ આ લાંબી રજાઓનો લાભ લઈને પોતાના વતન જઈને ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકશે.

ખેડૂતો-વેપારીઓને આયોજન કરવા અપીલ

માર્કેટિંગ યાર્ડ દ્વારા વહેલી જાહેરાત કરવામાં આવતા, ચોટીલા અને આસપાસના વિસ્તારોના ખેડૂતો અને વેપારીઓને પોતાનું કામકાજ સમયસર આયોજિત કરવા માટે પૂરતો સમય મળી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here