થાન શહેરી વિસ્તારમાંથી રૃ.૧.૮૬ લાખના ઇંગ્લિશ દારૃ-બિયર સહિતના મુદામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે બે શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

થાન પોલીસે શહેરના મસાણના મેલડી માતાજીના ઓટા પાસેથી બાતમીના આધારે વિદેશી દારૃની ૫૩૭ બોટલ તથા બિયર ૧૪૪ ટીન સહિત રૃ.૧,૮૬,૭૮૦ના મુદ્દામાલ સાથે અશ્વિનભાઈ ઉર્ફે અશોકભાઈ હમીરભાઈ રાઠોડ (રહે. આંબેડકરનગર,થાન)ને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીની પુછપરછમાં પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકી (રહે.થાન)ની પણ સંડોવણી બહાર આવી હતી. પોલીસે બંને શખ્સ વિરૃદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

