થાન પોલીસે નળખંભા ગામની સીમમાંથી ૬૨૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. જોકે, દરોડામાં આરોપી નહીં ઝડપાતા પોલીસને માત્ર મુદ્દામાલથી સંતોષ માનવો પડયો છે

.
થાન પોલીસે બાતમીના આધારે નળખંભા ગામની રાતડિયા તરીકે ઓળખાતી સીમમાંથી ગોવિંદભાઈ ભીમાભાઈ સારલા (રહે.નળખંભા)ની વાડીમાં મકાનની બાજુમાં આવેલી ખરાબાની જગ્યામાં દરોડો પાડયો હતો. જેમાં પાણી સંગ્રહ કરવાના ટાંકામાં સંતાડેલો ૬૨૦ લીટર દેશી દારૂ (રૂ.૧,૨૪,૦૦૦) સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. રેઇડ દરમિયાન ગોવિંદભાઈ સારલા હાજર મળી નહિ આવતા થાન પોલીસ મથકે પ્રોહીઓબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં થાન મહિલા પી.આઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થાન તાલુકામાંથી છેલ્લા ચાર પાંચ દિવસમાં દારૂ અને ખનીજ ચોરીની અનેક રેઇડ કરવામાં આવી છે પરંતુ એક પણ રેઇડમાં આરોપી નહી ઝડપાતા પોલીસની કામગીરી સામે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

