થાન પોલીસે બાતમીના આધારે મોરથળા ગામમાં વાડીમાંથી દારૂ સહિત રૂ.૪.૮૭ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ ૦૪ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

થાન પોલીસે બાતમીના આધારે તાલુકાના મોરથળા ગામની સીમમાં હમીરભાઈ છેલાભાઈ મકવાણાની વાડીમાં દરોડો પાડયો હતો. પોલીસે જારના વાવેતરમાં સંતાડેલી દારૂની ૭૨૩ બોટલ (કિં.રૂ.૪,૮૭,૨૬૭), બાઈક (રૂ.૨૫,૦૦૦) સહિત રૂ.૫,૧૨,૨૬૭ના મુદામાલ સાથે બે શખ્સો (૧) નાનજીભાઈ બિજલભાઈ મકવાણા (૨) જયેશભાઈ સોમાભાઈ મકવાણા (બંને. રહે. મોરથળા)ને ઝડપી લીધા હતા. દારૂનો જથ્થો લાવનાર ચેતનભાઈ પ્રેમજીભાઈ કાણોતરા અને હમીરભાઈ છેલાભાઈ મકવાણા (બંનેરહે.મોરથળા) હાજર મળી આવ્યા નહોતા. પોલીસે ચારેય શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

