SURENDRANAGAR : દસાડાના વધાડામાં દારૃના કટિંગ સમયે એસએમસી ત્રાટકી – 25 લાખનો દારૃ જપ્ત

0
17
meetarticle

 પાટડી –  દસાડાના વધાડામાં સ્થાનિક પોલીસ ફરી ઊંઘતી રાખી દારૃના કટિંગ સમયે એસએમસી ત્રાટકી ૨૫ લાખનો દારૃ ઝડપી પાડયો હતો. એસએમસીએ દારૃ, કાર, ટ્રક, મોબાઇલ મળી રૃ.૬૧.૨૪ લાખનો મુદ્દામાલ સાથે ચાર શખ્શને ઝડપી પાડયા હતા જ્યારે નવ શખ્સ નાસી છુટયા હતા. એસએમસીએની ૧૩ શખ્સ સામે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૃનો જથ્થો વિરમગામના બુટલેગરે મંગાવ્યો હતો.

દસાડાના વધાડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૃનું કટિંગ થવાનું છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વધાડા ગામ પાસે આવેલા વિશ્વકર્મા મંદિર પાસે આવેલી ફુલકી ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૃનું કટીંગ કરતાં (૧) દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીબાનસિંહ સોલંકી (૨) મિનેશ ગાંડાભાઈ સોલંકી (૩) પંકજ રાજેશસિંહ રાજપુત (ત્રણેય રહે. અમદાવાદ) (૪) પ્રકાશભાઈ જાકાહીભાઈ પરમાર (રહે. થરા, જી. બનાસકાંઠા)ને ઝડપી પાડયા હતા.એસએમસીની ટીમે સ્થળ પરથી દારૃની ૯,૮૬૪ બોટલ (રૃ.૨૫.૪૫ લાખ), ૦૭ મોબાઇલ (રૃ.૭૬,૦૦૦), બે કાર અને એક ટ્રક (રૃ.૩૫ લાખ), રોકડ સહિત ફૂલ રૃ.૬૧.૨૪ લાખના મુદામાલ ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમિયાન અન્ય નવ શખ્સ (૧) ગણપત ઉર્ફે કિશન રેવાભાઈ પરમાર, રહે.થરા, જી. બનાસકાંઠા (મુખ્ય આરોપી) (૨) ફારુક ઇશાક મેમણ, રહે. વિરમગામ (ઇંગ્લિશ દારૃનો જથ્થો મંગાવનાર) (૩) પંપુભા વાઘેલા, રહે.થરા, જિ. બનાસકાંઠા (૪) ટીનાજી ઠાકોર, રહે.થરા, જિ. બનાસકાંઠા (૫) ટ્રક ચાલક, માલીક અને ક્લીનર (૬) સ્કોપયો કારનો માલિક (૭) આઈટેન કારનો માલિક હાજર મળી આવ્યા નહોતા.

આથી એસઓજી પોલીસે ઝડપાયેલ ૦૪ શખ્સો સહિત હાજર મળી નહીં આવેલ ૦૯ શખ્સો સહિત કુલ ૧૩ શખ્સો સામે પાટડી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એસએમસી ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દસાડા તાલુકામાંથી ઇંગ્લિશ દારૃનું કટિંગ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ મામલે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. જયારે ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા વિરમગામ તાલુકાના ડેડીયાસણ? ગામ પાસે આ રેઇડ કરી હોવાનું અને ગુનો દસાડા તાલુકાની હદમાં નોંધ્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here