SURENDRANAGAR : ધોળકામાં પ્રેમલગ્નની જીદમાં સગીરાનો આપઘાતનો પ્રયાસ, અભયમે બચાવી

0
42
meetarticle

ધોળકા વિસ્તારમાં સગીરાની પ્રેમલગ્ન કરવાની જીદ પરિવારને ભારે પડી હતી. પરિવારે લગ્ન માટે ના પાડતાં સગીરાએ પોતાની જાતને નુકસાન પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લેતાં ટીમે યુવતીને બચાવી લીધી.

ધોળકા વિસ્તારમાં એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમલગ્ન કરવા હતા, પરંતુ યુવક કામ-ધંધો નહીં કરતો હોય પરિવારે ના પાડતા ગુસ્સામાં આવી સગીરાએ પોતાની જાતને નુકસાન પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. પરિવાર ગભરાઈ જતાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનનો સહારો લીધો હતો.

કોલ મળતાં અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી સગીરાનું કાઉન્સિલિંગ કર્યું હતું. ટીમે યુવતીને તેની સમસ્યા જાણીને કાયદા-કાનૂન વિશે માહિતી આપી સમજાવ્યું કે આત્મહત્યા એક ગુનો છે અને તે યોગ્ય માર્ગ નથી. ટીમે યુવતીને કેટલાક કેસના ઉદાહરણો આપી તેનું મનોબળ વધાર્યું હતું.

અંતે, અભયમ ટીમની સમજાવટથી સગીરાને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે પ્રેમલગ્નની જીદ છોડી દીધી અને ભવિષ્યમાં આવું પગલું નહીં ભરવાની બાહેંધરી આપતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here