SURENDRANAGAR : ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો

0
10
meetarticle

 ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૃની ખેપ મારતો શખ્સ ઝડપાયો છે. પોલીસે દારૃની ૧૧૦ નંગ બોટલ તથા બાઈક સહિત કુલ રૃ.૨૧૦૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હાઇવે પર પેટ્રોલીંગમાં હતો જે દરમિયાન એક શખ્સ પોતાના બાઇકમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો લઈ સોલડી ગામથી ચુલી ગામ તરફ જતો હોવાની બાતમીને આધારે પોલીસે સોલડી ટોલ ટેક્ષ નજીક વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં બાતમીવાળું બાઈક નિકળતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ઈંગ્લીશ દારૃની નાની બોટલો નંગ ૧૧૦ કિંમત રૃ.૧૧,૦૦૦ તથા બાઈક કિંમત રૃ.૧૦,૦૦૦ સહિત ફૂલ રૃ.૨૧૦૦૦ ના મુદામાલ સાથે બાઈક ચાલક શક્તિસિંહ ઉર્ફે ખોડુભા જગતસિંહ ઝાલા, રહે. જેસડા વાળાને ઝડપી પાડી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here