SURENDRANAGAR : ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો

0
21
meetarticle

 સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ-કચ્છ હાઈવે પરથી સોલડી ગામ નજીક હોટલમાં બિનવારસી ટ્રકમાંથી ૮૭ લાખથી વધુનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ-કચ્છ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલ નાકાથી ચુલી ગામ તરફ જતા રસ્તા પર આવેલી હોટલ આશિર્વાદના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલો એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા ટ્રકની તલાશી લેતા તેમાં ચોરખાનામાં સંતાડેલ ઈંગ્લીશ દારૃ મળી આવ્યો હતો. એલસીબીએ નાની ૨૫,૪૪૦ બોટલ (કિં.રૃ.૮૭.૫૬ લાખ), ટ્રક (કિં.રૃ.૨૦ લાખ) સહિત (કુલ રૃ.૧.૦૭ કરોડ)નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પર હાજર મળી ન આવેલ ટ્રકના ચાલક અને માલિક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here