SURENDRANAGAR : ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ

0
37
meetarticle

ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતો દ્વારા મોટાપાયે મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો સાથે મગફળીની ખરીદીમાં છેતરપીંડિ થતી હોવાની ફરિયાદો ઉઠવાતા સ્થાનિક ખેડૂત આગેવાને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

ધ્રાંગધ્રા પંથકમાં મગફળી ખરીદી દરમિયાન ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલે આક્ષેપ લગાવ્યો છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ત્યારે ખેડૂતો પૂરા ન પાડી શકે તેવા માપદંડો દર્શાવી ખેડૂતોની મગફળી હલકી ગુણવત્તાની હોવાનું જણાવવામાં આવે છે. જેના લીધે ખેડૂતોની મગફળી નીચા ભાવે ખરીદી કરી અથવા તો ગુણવત્તા દર્શાવવાના નામે ખેડૂતો પાસેથી રૃપિયા પડાવવામાં આવે છે. જેથી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જેને લઇ ધ્રાંગધ્રા પંથકના ખેડૂત આગેવાન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મગફળીની ખરીદીમાં ખેડૂતોના માપદંડ હળવા રાખવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત પાસેથી ખરીદી કરેલ કપાસમાં કડદો હોવાનું જણાવી વેપારી દ્વારા નીચા ભાવે કપાસ ખરીદી કરવાનું કૌભાંડ ઝડપાયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here