પાટડીના વિરમગામ રોડ પર તંત્રની બેદરકારીને કારણે ખુલ્લામાં દૂષિત પાણી છોડવામાં આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

પાટડીના વિરમગામ રોડ પરથી નાના મોટા અનેક વાહનો ચાલકો પસાર થાય છે. ત્યારે જાહેર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરોનું દૂષિત પાણી છોડવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પાણી ભરાવાના કારણે ડામર નિકળી જવાથી રસ્તા પર ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે. મોટા ભાગના અધિકારીઓ અહીંથી પસાર થાય છે છતાં આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ખુલ્લામાં દૂષિત પાણી છોડવાનું બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

