SURENDRANAGAR : લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે

0
33
meetarticle

લખતર તાલુકાના ઘણાદ તેમજ આસપાસના ૦૭ થી વધુ ગામોમાં ઘુડખરના ત્રાસ મામલે ખેડૂતો દ્વારા અગાઉ અનેક વખત વન વિભાગ સહિત આરએફઓ તેમજ લાગતા વળગતા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોએ આ મામલે ધરણા, રેલી, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો આપ્યા બાદ પણ તંત્ર દ્વારા ઘુડખરની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેડૂતો દ્વારા આ મામલે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે અને સૌ પ્રથમ આગામી તા.૨૫ માર્ચના રોજ ઘણાદ ખાતે ખેડુત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે હાલ ખેડુત આગેવાનો દ્વારા અલગ અલગ જગ્યાએ ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર નવા સકટ હાઉસ ખાતે આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં ઘુડખરની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here