SURENDRANAGAR : લખતરના વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

0
55
meetarticle

૩૧ ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, લખતર પી.આઈ. સહિતના કાફલાએ રાત્રિના સમયે વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

નવા વર્ષની આડમાં થતી દારૃની હેરાફેરી અટકાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઇવના કારણે થતા અકસ્માતો રોકવા માટે હાઈવે પરથી પસાર થતા તમામ નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ પર પોલીસ જવાનો બ્રેથ એનેલાઇઝર મશીનથી સજ્જ થઈને વાહન ચાલકોની તપાસ કરી રહ્યા છે. દારૃ પીને વાહન ચલાવતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here