SURENDRANAGAR : લાખણકા પાસે ગેરકાયદે રેતી વહન કરતા ઓવરલોડ 8 ડમ્પર પકડાયા

0
27
meetarticle

ચોટીલા -જસદણ હાઇવે પર લાખણકા ગામ પાસે હોટેલની બાજુમાં ગેરકાયદે સાદી રેતીનું વહન કરતા ઓવરલોડ ૮ ડમ્પર પકડાયા હતા. વાહનો, સાદી રેતી સહિત ૩.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા મામલતદાર કચેરી ખાતે વાહનો વાહનો રાખવામાં આવ્યા છે. ડમ્પરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા હાઈવે સહિત મુખ્ય માર્ગો પર થી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે મોડી રાત્રે ચોટીલા-જસદણ હાઈવે પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાખણકા ગામ પાસે આવેલી અલખધણી હોટલની બાજુમાંથી ગેરકાયદેસર સાદી રેતીનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગરના આઠ ડમ્પરો અને સાદી રેતી સહિત ફૂલ રૃ.૩.૨૨ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ ડમ્પરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા ડમ્પર માલિકોમાં મહેશભાઈ મંગળુભાઈ ખવડ (રહે.નવા જસાપર, તા.સાયલા), જયરાજભાઈ રંગપરા (રહે. શાપર તા.સાયલા), ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા (રહે.થાન), રાજુભાઈ નાગરભાઇ કટોસરના (રહે.નવા જસાપર, તા. સાયલા), જયદેવભાઈ (રહે.ગોંડલ) સુરેશભાઈ મંગળુભાઈ ખવડ (રહે.નવા જસાપર તા. સાયલા) રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડીયા )રહે.રતનપર) તથા સાયલા અને શિવ એન્ટરપ્રાઈઝ (રહે.ગોંડલ) સામે કાર્યવાહી હાથ ધરી છે.   

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here