સુરેન્દ્રનગરના વઢવાણ લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશને પીએમ માટે હોસ્પિટલમાં સેડવામાં આવી છે. આ મૃતદેહ વઢવાણના સાંકળી શેરીમાં રહેતા વ્યકિતનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

વઢવાણના ગોપાલભાઇ જાની વર્ષોથી એકલવાયુ જીવન વિતાવતા હતા. વહેલી સવારે ચાલવા ગયા હતા અને અચાનક તબિયત લથડતા ઢળી પડતા મોત થયું હતું. આ મામલે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાવળની આડમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને ઇજાના નિશાન છે.ૃ જેને લઇ પોલીસ પણ શંકાકુશંકા સેવાઇ રહી છે.

