SURENDRANAGAR : વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી

0
24
meetarticle

ઝાલાવાડના ખેડૂતો ધીરે ધીરે ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વઢવાણ ખાતે મેલડી માતાજી મંદિર તરફના રસ્તા પર ખેતર ધરાવતા ખેડૂત મગનભાઈ પરમારે પોતાની ૪ વિઘા જમીનમાં ઓર્ગેનિક જામફળનું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

મગનભાઈ પરમારે લખનઉથી લાવેલા અંદાજે ૩૦૦થી વધુ જામફળના રોપાઓનું વાવેતર કર્યું હતું. શિયાળાની સિઝનમાં ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને તેઓ હાલ મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦૦ કિલો જામફળનું ઉત્પાદન કરીને તેમને રૃ. ૩.૫૦ લાખની આવક થઈ છે અને બાકીની સિઝનમાં ૧૦૦૦ કિલોથી વધુ ઉત્પાદનની આશા છે. આ રીતે, ઓર્ગેનિક જામફળની ખેતી થકી મગનભાઈ વાષક રૃ. ૪ લાખથી વધુની ઉપજ મેળવે છે.

અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર

મગનભાઈના ખેતરમાં ઉત્પાદિત ઓર્ગેનિક જામફળ ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે. બજારના જામફળ કરતાં સહેજ વધુ ભાવ હોવા છતાં ગ્રાહકો આ આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ ખરીદવાનો આગ્રહ રાખે છે. પરંપરાગત ખેતી કરતા અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં મગનભાઈની પ્રાકૃતિક જામફળની ખેતી નિહાળવા અને શીખવા આવે છે. તેમની સફળતાને જોઈને આ ખેડૂતો પણ હવે જામફળ સહિતના બાગાયતી પાકની પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ધાર કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here