SURENDRANAGAR : વિરમગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

0
21
meetarticle

વિરમગામઃ વિરમગામના કુંભારવાસ સ્થિત રામજી મંદિરેથી રામનવમીના પવિત્ર પર્વે ૧૧મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શણગારેલી ઊંટગાડીઓ, ટ્રેક્ટર અને ઢોલ-નગારાના તાલે નીકળેલી આ યાત્રાનું રાજમાર્ગો પર પુષ્પવૃષ્ટિ અને સેવા કેમ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

સવારે ૧૦ વાગ્યે શરૃ થયેલી શોભાયાત્રા બપોરે ૪ વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં નિજ મંદિરે પરત ફરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તો ‘જય શ્રી રામ’ના નાદ સાથે આ ઉત્સવમાં જોડાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here