SURENDRANAGAR : સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા

0
25
meetarticle

મુળી તાલુકાનું સૌથી મોટું અને વધુ વસ્તી ધરાવતા એવા સરા ગ્રામ પંચાયતની કામગીરી ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વારંવાર સ્થાનિક ગ્રામજનોને પ્રાથમિક સુવિધાના મુદે તંત્રને રજૂઆતો કરવી પડે છે. છેલ્લા સરા ગામે જુના બસ સ્ટેન્ડ નજીક સ્થાનિક ગ્રામજનોને નિકળવા માટેનો મુખ્ય રસ્તો હોવા છતાં અહીં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે.

ગંદા પાણી અને ગંદકીના લીધે દુર્ગંધ ભર્યું વાતાવરણ હોવા છતાં ન છૂટકે ગ્રામજનોને અહીંથી પસાર થવું પડે છે. જેને લઇ સ્થાનિકોને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકી ભોગવવી પડે છે જો કે આ અંગે સરા ગ્રામ પંચાયતના હોદ્દેદારોને જાણ કરી હોવા છતાં આજદિન સુધી જાહેર માર્ગમાં રહેલી ગંદકીને દૂર કરી સ્વછતા અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જ્યારે સતત ગંદકીના કારણે મરછરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. સ્વરછતાની જાહેરાતો અને વાતો વચ્ચે સરા ગામના જૂના બસ સ્ટેન્ડ પાસેના રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આનો યોગ્ય ઉકેલ લાવી રસ્તા પરની ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here