SURENDRANAGAR : સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર

0
17
meetarticle

સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માગણીઓના મામલે ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ચાર દિવસ છતાં તંત્ર ટસનું મસ ન થતાં બ્લેક્ ટ્રેપનું મટીરીયલ વિતરણ ઠપ્પ થતાં અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા ૨૫૦૦થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે અને વાહન ચાલકો અને શ્રમિકોની રોજરોટી પણ છીનવાઇ છે. 

ક્વોરી ઉદ્યોગની ક્વોરી ઝોન ડિક્લેર કરવા, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં હાર્ડ મોરમ માટે ખનીજ ઉમેરો કરવા, ઇસી અને માઇનીંગ પ્લાન રદ કરવા, આરટીઓ વાહન સાથેનું લીકેજ દૂર કરવા, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં ખાડા માપણી, ખનીજ કિંમત નક્કી કરવા એસોસિએશનના પ્રતિનિધીઓની કમિટી બનાવી હતી. જેમાં પોલીસી બનાવી રાજ્યમાં બ્લેક ટ્રેપ ખનીજ લીઝો અને સ્ટોકની માપણી દંડી કરવામાં ન આવે, જે ઉદ્યોગ ધારકોએ એન્વાયમેન્ટ માટે અરજી કરી હોય અને નિયત સમય મર્યાદામાં નિકાલ ન થયા હોય તેવા કિસ્સામાં એક સેલ ઊભુ કરાશે. ઉદ્યોગકારોને અરજીઓનો ઝડપથી નિકાલ થઇ શકે પાંચ હેક્ટર કે તેથી ઓછા વિસ્તારની ગૌણ ખનીજોની લીઝોમાં એન્વાયમેન્ટમાંથી મુક્તિ મેળવવા બાબતની રજૂઆત કરી હતી. આ તમામ મુદ્દાઓ માટે સરકારના પ્રતિનિધી સાથે બેઠક યોજી સમાધાન થયું હતું. તેમજ પડતર મુદ્દાઓ બાબતે રાજય સરકાર નિકાલ કરશે તેવી બાહેધારી સાથે લેખિતમાં આપવામાં આવ્યું હોવા છતાં ૨૦૨૨-૨૦૨૪માં થયેલી હડતાલ દરમિયાન હજુ પણ એક પણ પ્રશ્રોનો નિકાલ આવ્યો નથી.જેના કારણે ક્વોરી ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગો પાંચ ફ્રેબુઆરીથી અચોક્કસ મુદ્દત માટે તમામ ધંધા રોજગામ બંધ કરી દેવામાં આવ્યા છે. 

ક્વોરી ઉદ્યોગની હડતાલના પગલે અમદાવાદ, બગોદરા, ધોલેરા, ધોળકા, બહુચરાજી, સાણંદ, વિરમગામ, શંખેશ્વર સહિતના ૨૫૦૦થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે. જેના કણરે બ્લેક ટ્રેપનું વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને પણ અસર થઇ છે. ડમ્પરોના ડ્રાઇવરો, કંડકટરો અને ઉદ્યોગમાં મંજૂરી કરતા શ્રણિકોની રોજગારી છીનવાઇ છે. આગામી દિવસોમાં ઉદ્દોરનો પ્રશ્રો બાબતે સરકારીમાં રજૂઆતો કરાશે અને ડ્રાઇવોર પણ પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડશે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here