હળવદમાં પાછોતરા વરસાદથી ખેતરમાં પાણી ભરાતા મગફળી-કપાસના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે હાથ ધરી વળતર ચૂકવવા માંગ કરી છે.

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને ભારે અસર થઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે, જેને પગલે ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરવામાં આવી છે.
આ વર્ષે ચોમાસા દરમિયાન પણ મોરબી જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું હતું. હવે છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા હળવા-ભારે પાછોતરા વરસાદે સ્થિતિ વધુ વણસાવી છે. તાલુકાના ખેડૂતોઓ દ્વારા તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. જિલ્લા ફ્લડ કંટ્રોલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં પાંચેય તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હળવદ તાલુકામાં સાવત્રિક વરસાદ નોંધાયો છે. ઘણા ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તેથી તાત્કાલિક ધોરણે સવની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

