SURENDRANGAR : હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
15
meetarticle

વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ.૬.૫૦ લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો છે. પોલીસે દારૂ, આઇશર મળી રૂ.૧૬.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂ ભરેલી આઇશર ગાડી બહુચરાજી તરફથી વિરમગામ થઈ હાંસલપુર ચોકડી થઈ મોરબી તરફ પસાર થવાની છે તેવી બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર ચોકડી ઉપર નાકાબંધી કરી હતી.

રમિયાન બાતમીવાળી આઇશર ગાડી (આરજે-૧૬-જીએ-૫૨૪૪) આવતા રોકી તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બટાકાના કોથળા નીચેના ભાગમાં લોખંડની પ્લેટો લગાવી અલગ અલગ ખાનામાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયરની નાની મોટી ૧,૪૫૫ બોટલ (કિં.રૂ.૬,૫૦, ૯૮૦) મળી આવી હતી.પોલીસે દારૂ, આઇશર ગાડી (કિં.રૂ.૧૦ લાખ) મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) બટાકાની (કિં.રૂ.૧૮૦૦૦) મળી કુલ રૂ.૧૬,૭૩,૯૮૦ના મુદ્દા માલ કબજે કરી આઇસર ચાલક જસારામ જગમાલરામ ચૌધરી જાટ (રહે.ઝડપા ગામ, તા.સેડવા,જિ.બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here