પોરબંદર ના સર્વ જ્ઞાતિના વૃદ્ધ નિરાધાર વડીલો કે જેનો કોઈ જ સહારો નથી અને ભગવાન ભરોસે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા તેમના લાભાર્થે આગામી આવતા તહેવાર ઉપર સસ્તાભાવે અને સારી ક્વોલિટી ના ફરસણ તેમજ મીઠાઈ નું વેચાણ કરવામાં આવેલ છે જેમાંથી જે કઈ વધારાની ઉપલબ્ધ રકમ આ ફ્રી ટિફિન સેવામા વાપરવામાં આવશે
હિતેશ કારિયા ફ્રી ટિફિન સેવા ની ટીમ દ્વારા છેલ્લા પોણા પાંચ વર્ષથી પોરબંદર ના સર્વ જ્ઞાતિના વૃદ્ધ નિરાધાર વડીલો કે જેનો કોઈ જ સહારો નથી અને ભગવાન ભરોસે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હોઈ તેવા વડીલો માટે અવિરત એકપણ દિવસ ની રજા રાખ્યા વગર દરરોજ નિયમિત ટિફિન ભોજન પહોંચાડવાની સેવા સતત ચાલુ છે
વાર તહેવારો નિમિત્તે વિશેષ ભોજન મોકલવામાં આવે છે તેવી રીતે અમાસ (દિવાસા)ના દિવસે દાતા ના સહયોગથી રોટલી શાક ભાત મીઠા સાટા ગાઠીયા , દૂધની થેલી વિગેરે ભોજન મોકલવામાં આવેલ હતું.
ત્યારે અગાઉ ૫૦૦ કિલોથી બધું અડદીયાના વેચાણ આવતા સાતમ આઠમ ના તહેવારોમાં આવેલ ડિમાન્ડ મુજબ વૃદ્ધ,, નિરાધાર ની ફ્રી ટિફિન સેવાના લાભાર્થે સર્વે જ્ઞાતિ માટે મિસ્ટાન્ન અને ફરસાણ ઓડર મુજબ બનાવવાનું આયોજન પોરબંદર ખાતે હિતેશ કારિયા ફ્રી ટિફિન સેવા દ્વારા કરવામાં આવેલ છે
તહેવાર ઉપર 500 કિલોથી વધુ અડદિયા ના વેચાણ બાદ સાતમ આઠમ માં ડિમાન્ડ આવતા ફરસાણ – મિષ્ટાન બનાવીશું➡️ સારી ક્વોલિટી વ્યાજબી ભાવ*નબળી ક્વોલિટી લાગેતો પરતની ગેરંટી
ફરસાણ ફકત ₹ 75/- અર્ધો કિલો➡️ ગાઠીયા તીખા/મોરા ➡️ સેવ તીખી/ મોરી ➡️ ચવાણું ➡️ ચોખાના પૌવા નો ચેવડો ➡️ મકાઈ પૌવા ચેવડો તીખો મોરો
➡️ સક્કરપરા ➡️ સેવ બુંદી*શુદ્ધ ઘી માં બનાવેલ મિષ્ટાન ટોપરા પાક – 350/- કિલો,મોહનથાળ – 325/- કિલો
કાજુ મેસૂબ – 650/- કિલો એડવાન્સ ઓર્ડર હશે તેટલો જ માલ બનશે. તા 10/8/25 સુધી જ ઓર્ડર બુકિંગ
11/8/25 થી આપેલ લખાયેલ ઓર્ડર મુજબ નો માલ નીચે આપેલ સ્થળે થી મળી જશે
સ્થળ – હિતેશ કારિયા ટિફિન સેવા, રાધેશ્યામ મંદિર, રાવલિયા પ્લોટ સામે , Svp રોડ,અંબિકા સ્વીટ સામે , પોરબંદર
➡️ઓર્ડર લખાવી સેવા મા સહયોગ માટે સંપર્ક –
જય બદિયાણી – 79847 41251કિશોરભાઈ કાનાણી – 99251 36146 હસુભાઈ પોપટ – 94286 22675 ગીતાબેન તન્ના – 9173739173
ક્રિષ્નાબેન પોપટ હિતેશ કારિયા – 98252 85984 ઉપર ઓડર લખાવી સહયોગપવા માટે સંપર્ક કરી શકો છો
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


