WORLD : તાઇવાન હવે બાળક પેદા કરવાની બાબતમાં ચીનને આપશે જોરદાર ટક્કર

0
68
meetarticle

બે દેશો વચ્ચે વૃદ્ધિ અને વિકાસ કરવાની બાબતમાં સ્પર્ધા થાય એ તો આખી દુનિયા માટે સારી બાબત કહેવાય, પરંતુ હવે દુનિયાના બે દેશ કઈક એવી બાબતમાં સામ સામે ટક્કર લઈ રહ્યા છે જેના વિશે સાંભળીને ખરા અર્થમાં નવાઈ લાગે કે આ કેવી સ્પર્ધા.

તાઇવાન બાળક પેદા કરવા પર 6 લાખ આપશે

આખી દુનિયા એ વાત જાણે છે કે ચીન અને તાઇવાન આજકાલના નહીં પણ વર્ષો જૂના કટ્ટર દુશ્મનો છે. ચીન તેની જનતા માટે કોઈ પણ નવો નિયમ કાનૂન કે ખરડો પસાર કરે એટલે તાઇવાન તેની જનતાને ખુશ કરવા માટે અને ચીનને ટક્કર આપવા માટે તરત કોઈ નવી જાહેરાત કરી મૂકે.

થોડા સમય પહેલા ચીને બાળકો પેદા કરવા માટે 1.30 લાખ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી ત્યારે હવે તેને ટક્કર આપવા માટે તાઇવાન બાળક પેદા કરવા પર ઓછામાં ઓછા ₹6 લાખ આપશે એવી જાહેરાત કરી છે.

તાઇવાનમાં જન્મદરમાં સતત ઘટાડો

તાઇવાન સરકાર તરફથી જે સબસિડી જનતાને આપવાની જાહેરાત કરવામાં આવી છે એ ચોક્કસથી ચીનને ટક્કર આપવા માટે તો છેજ પણ સાથે સાથે તાઇવાન દેશ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે એના નિવારણ માટે પણ છે. આ સમસ્યા એટલે તાઇવાનમાં જન્મદરમાં જોવા મળતો સતત ઘટાડો. જન્મદરમાં જોવા મળી રહેલ સતત ઘટાડાને જોતાં તાઇવાન સરકારે લીધેલા નવા નિર્ણય મુજબ હવે તાઇવાનમાં બાળક પેદા કરવા પર લગભગ 6 લાખ એટલે કે 6700 ડોલર આપવામાં આવશે.

તાઇવાન ચીન કરતા 5 ગણા વધુ પૈસા ચૂકવશે

થોડા સામે પહેલા ચીન સરકારે નક્કી કર્યું કે તેઓ હજી પણ તેમની વસ્તી વધારશે આ મુજબ, દરેક ચીનીને બાળક પેદા કરવા બદલ 1.30 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ચીની સરકારે કહ્યું કે આ નિર્ણય ફુગાવાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ છેલ્લા 9 વર્ષથી, તાઇવાનમાં જન્મ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્લ્ડમીટર મુજબ, તાઇવાનની કુલ વસ્તી 23 મિલિયન છે. અહીંની કુલ વસ્તીના 20 ટકા લોકો 65 વર્ષથી વધુ ઉંમરના છે. આ સમસ્યાને પહોંચી વળવા હવે તાઇવાન તેમના લોકોને ચીન કરતા 5 ગણા વધુ પૈસા ચૂકવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here