ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ભરૂચ અને સ્વામી વિવેકાનંદ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના કલામહાકુંભ-૨૦૨૫-૨૬નું આયોજન શારદા ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ ગીત, સંગીત સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કલામહાકુંભનો શુભારંભ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કલામહાકુંભમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાનું કૌશલ્ય દર્શાવી પ્રતિભાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની સુષુપ્ત કલા બહાર લાવવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો, જેથી તેઓ પોતાની કલા ક્ષેત્રે આગળ વધી શકે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
REPOTER : કેતન મહેતા, અંક્લેશ્વર


