ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબર ના રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસની યાદમાં શિક્ષક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 40 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી. કોચલા પ્રાથમિક શાળાના વિધાર્થી રાજકુમાર ઇશ્વરભાઈ ઠાકોરે આચાર્યની ભૂમિકા ભજવી અને રાહુલભાઈ રમેશભાઈ ચૌધરી અને રાહુલભાઈ અનુપભાઈ ઠાકોરે ઉપ આચાર્ય ની ભૂમિકા ભજવી અને વિદ્યાર્થીઓએ વિષય શિક્ષકોની ભૂમિકા ભજવી.
શિક્ષક બનેલા બાળકોએ પોતાના અનુભવો રજૂ કર્યા. ધોરણ 8ના જે વિધાર્થીઓ શિક્ષક બનેલા તેમને ચોપડા અને ધોરણ 4 થી 7 ના જે વિધાર્થીઓ શિક્ષક બનેલા તેમને બોલ-પેન આચાર્ય નીરુબેન તરફથી પ્રોત્સાહીત ઇનામ આપવામાં આવ્યા. સમગ્ર સ્ટાફે કાર્યક્રમમાં સહયોગ આપ્યો.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


