શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.
આજરોજ કેશોદની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આજે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યુ હતું નાની નાની બાળાઓ સાડી પરિધાન કરી અને ભાઈઓ સુંદર વસ્ત્રોમાં ક્લાસમાં તેમના સાથી વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળ્યા હતા કેશોદની ડી ડી લાડાણી વિદ્યાલય, સરકારી પ્રાથમિક શાળા, આલાપ કોલોની માં આવેલ પ્રોફેસર એકેડેમી, શ્રેયસ વિદ્યાલય, ન્યુ એરા પ્રોફેસર એકેડેમી, જી ડી વાછાણી સ્કૂલ વગેરે સ્કૂલો માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા


