સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજરોજ વીજપડી મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નો કાર્યક્રમ યોજાયો હતો.
વીજપડી સુન્ની મુસ્લિમ ટ્રસ્ટ નાં આગેવાનો દ્વારા જુલુસ નેં સવારે દસ કલાકે વીજપડી જુમ્મા મસ્જિદે થીં પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું.
વીજપડી હાશ્મી ગ્રુપ ની અથાગ રાત દિવસ ની મહેનત થીં બાર દિવસ સુધી જુમ્મા મસ્જિદે દરૂદ ખાની મિલાદ તેમજ માં ફાતેમા ચોક ખાતે ઓરતો દ્વારા બાર દિવસ દરૂદ ખાની મિલાદ કમિટી દ્વારા રાખવામાં આવેલ.
તેમજ યુવા ઇસ્લામિક ગ્રુપ ની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાગ મહેનત થીં ગુંબદે ખજરા નો રોઝો તૈયાર કરવામાં આવેલ.
હાશ્મી ગ્રુપ દ્વારા ન્યાઝ તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવા આવી હતી.
જુલુસ જુમ્મા મસ્જિદ, ઇકબાલભાઇ ચાવડા ની ધરે,ઇલીલાપીર ની દરગાહ શિલુભાઇ ઝાંખરા નાં ધરે તેમજ હસની ચોક, ફાતેમા ચોક, હુસેની ચોક,બસ સ્ટેન્ડ અને જુમ્મા મસ્જિદે પુર્ણ કરવામાં આવેલ હતું.
મોલાના સાહિબુલ હક્ક નાં માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ જુલુસ દરમિયાન ચોક વાઇઝ ચા,પાણી,શરબત, આઇસ્ક્રીમ ન્યાઝ સ્વરૂપે આપવામાં આવેલ હતું.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય અને પ્રશંસા લાયક બંદોબસ્ત જાળવ્યો હતો.
તેમ સમીર ખોખરે જણાવેલ હતું.
વિજપડી, (સમીર ખોખર)




