TECHNOLOGY : વૈજ્ઞાનિકોની નવી શોધ: શું માણસ 200 વર્ષ જીવશે?

0
30
meetarticle

ઘણી વાર સાંભળવામાં આવી રહ્યું છે કે નાની-નાની ઉંમરના વ્યક્તિઓને કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક આવી રહ્યાં છે. પહેલાં કરતાં આયુષ્ય હવે ઓછું થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિએ એવી હશે જેણે વધુ ન જીવવું હોય. આથી વૈજ્ઞાનિકોએ એક નવી શોધ કરી છે જેના કારણે લોકો હવે વધુ હેલ્થી અને ખુશીથી જીવન પસાર કરી શકે એવી શક્યતા છે. આજે પ્રદૂષણ, તાપમાનમાં બદલાવ, સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલને કારણે ઘણી બાબતોની અસર આયુષ્ય પર પડી રહી છે. એના કારણે બીમારીઓ પણ વધી રહી છે. જોકે વૈજ્ઞાનિકોને હવે આશાની એક નવી કિરણ જોવા મળી રહી છે. તેમને બોહેડ વ્હેલ માછલીમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન જોવા મળ્યું છે. આ પ્રોટીન વ્યક્તિના DNAને વધુ સારી રીતે સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ શોધથી વ્યક્તિનું આયુષ્ય વધી શકે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ સાથે જ એવા સવાલ પણ ઊભા થઈ રહ્યાં છે કે શું વ્યક્તિનું જીવન 200 વર્ષ સુધીનું થશે?

લાંબી ઉંમર માટેની નવી શોધ

દુનિયાભરના પ્રાણીઓમાં એવા ઘણાં પ્રાણીઓ છે જે ખૂબ જ લાંબા સમય સુધી જીવે છે. એમાં બોહેડ વ્હેલ માછલીનું નામ પણ આવે છે. આ માછલી દુનિયાના સૌથી લાંબુ જીવનારા પ્રાણીઓમાંની એક છે. આ માછલી 200 વર્ષથી પણ વધુ જીવી શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ માછલી 200 વર્ષ જીવતી હોવા છતાં પણ તેમનામાં કેન્સર અથવા તો એના જેવી અન્ય કોઈ બીમારીના લક્ષણો જોવા નથી મળતા. એટલે આ માછલી ગંભીર બીમારીથી દૂર રહે છે અને એથી જ વૈજ્ઞાનિકોને એમાં રસ આવ્યો હતો.

અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટર દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ માછલી વધુ જીવે છે એ પાછળનું કારણ એમાં જોવા મળતું CIRBP (Cold-inducible RNA-binding Protein) જવાબદાર હોઈ શકે છે. આ ખાસ પ્રકારનું પ્રોટીન બોહેડ વ્હેલમાં વ્યક્તિઓની સરખામણીમાં 100 ગણું વધારે હોય છે. આ પ્રોટીન DNAમાં થતા ડબલ-સ્ટ્રેન્ડ બ્રેક્સને સારું કરવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. DNAમાં થતો આ બદલાવ જ ઉંમર વધવામાં અને કેન્સર જેવી બીમારીઓ થવા માટે જવાબદાર હોય છે.

વ્યક્તિ અને માખી પર કરવામાં આવ્યું રિસર્ચ

યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટરની ટીમ દ્વારા બોહેડ વ્હેલના CIRBP પ્રોટીનનો ટેસ્ટ વ્યક્તિઓ અને માખીઓ પર કર્યો છે. વ્યક્તિના સેલ્સમાં જ્યારે આ પ્રોટીનનું ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે વૈજ્ઞાનિકોને એક ચોંકાવનારું રિઝલ્ટ જોવા મળ્યું છે. DNAમાં થતા ડબલ-સ્ટ્રેન્ડ બ્રેક્સને રીપેર કરવાની ક્ષમતા આ પ્રોટીન બાદ બે ગણીએ થઈ જાય છે. આ સાથે સેલ્સ પોતાને જ્યારે રીપેર કરે છે એ પણ પહેલાં કરતાં વધુ સારી રીતે કરે છે.

આ સાથે જ માખીઓ પર જ્યારે આ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર વધવાની સાથે તેમના પર રેડિએશનની પણ અસર ખૂબ જ ઓછી થવા લાગી હતી. આ પોઝિટિવ રિઝલ્ટ બાદ વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટને હવે ઉંદર પર કરવાનો શરૂ કર્યો છે. આથી ભવિષ્યમાં એની શું અસર જોવા મળે છે એ વધુ સારી રીતે જાણી શકાશે.

બોહેડ વ્હેલની લાંબી ઉંમરનું કારણ શું છે?

એક રિપોર્ટ અનુસાર લાંબુ જીવનારા પ્રાણીઓમાં કેન્સરનું પ્રમાણ કેમ ખૂબ જ ઓછું હોય છે એ સવાલ વૈજ્ઞાનિકોને ઘણાં સમયથી સતાવી રહ્યો હતો. યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટરની ટીમને આ રિસર્ચમાં જાણવા મળ્યું કે બોહેડ વ્હેલ તેના ખરાબ સેલ્સને મારી નાખવાની જગ્યાએ DNAને રીપેર કરે છે અને એથી તે આ પ્રકારની બીમારીથી દૂર રહે છે. જોકે વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું છે કે આ વિશે લોકોએ ખુશ થવાની જરૂર નથી કારણ કે વ્હેલ લાંબુ જીવે છે એ પાછળ ફક્ત પ્રોટીન જવાબદાર નથી, પરંતુ એક ખૂબ જ મોટી બાયોલોજિકલ પ્રોસેસ પણ છે.જોકે આ રિસર્ચ બાદ એ વાત સામે આવી છે કે DNAને રીપેર કરનાર પ્રોટીન પર કામ કરીને વ્યક્તિની ઉંમર વધારી શકાય એ વાત ચોક્કસ છે. જોકે આ રિઝલ્ટ એક પ્રયોગશાળામાં કરવામાં આવ્યો હતો. વ્યક્તિના સેલ્સ પર કરવામાં આવ્યું છે, પરંતુ હ્યુમન ટ્રાયલ હજી નથી કરવામાં આવી. આથી આ તમામ પ્રોસેસ માટે હજી વર્ષો નીકળી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here