TECHNOLOGY : આંધ્ર પ્રદેશમાં હવે AI ડોક્ટર કરશે દર્દીઓની સારવાર, જાણો કેવી રીતે…

0
7
meetarticle

આંધ્ર પ્રદેશ સરકારે આરોગ્ય ક્ષેત્રમાં એક મોટી ડિજિટલ પહેલની જાહેરાત કરી છે. આ પહેલમાં હવે AI ડોક્ટરની સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ પગલું રાજ્યભરમાં તમામ લોકોને ડોક્ટરની સેવા મળી શકે અને એ પણ સારી મળી શકે એ હેતુથી ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ વિઝિયાનગરમ જિલ્લામાં જાહેર સભા દરમિયાન આ જાહેરાત કરી હતી. આ પહેલને સંજીવની ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે અને આશરે પાંચ કરોડ રહેવાસીઓને તેનો લાભ મળશે એવી આશા છે.

AI ડોક્ટર કેવી રીતે કામ કરશે?

AI ડોક્ટર એક ડિજિટલ તબીબી સહાયક તરીકે કામ કરશે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કામ કરશે. દર્દીને તાવ, દુખાવો અથવા ઉધરસ જેવા લક્ષણોની તે તપાસ કરશે. સાથે જ તેમના વ્યક્તિગત ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ, બ્લડ ટેસ્ટ રિપોર્ટ્સ અને સ્ક્રીનિંગ રિપોર્ટ્સને પણ સ્ટડી કરશે. આ માહિતીના આધારે સિસ્ટમ તેમને સલાહ આપશે, જરૂરી સાવચેતીઓ રાખવા વિશે સૂચવશે અને દવાઓ વિશે માર્ગદર્શન પણ આપશે. તેમજ ભોજનમાં શું લેવું અને શું નહીં એ વિશે પણ જણાવશે. કેવી કસરત કરવી એનું રૂટીન પણ સૂચવશે.રોગની વહેલી ઓળખ

AI ડોક્ટર જરૂર પડે તો દર્દીઓને નજીકની હોસ્પિટલમાં જવા અથવા એક્સપર્ટની સલાહ લેવા માર્ગદર્શન આપશે. અધિકારીઓ કહે છે કે આ સિસ્ટમ વ્યક્તિગત ડોક્ટરની જેમ કાર્ય કરશે અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદય સંબંધિત રોગો જેવી સ્થિતિઓને પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં મદદરૂપ બનશે. આ નવા પ્રયોગ દ્વારા રાજ્ય સરકાર જાહેર આરોગ્ય સેવાઓને ટેક્નોલોજીની મદદથી વધુ સુધારવા માટે પ્રયત્ન કરી રહી છે.

સંજીવની પ્રોજેક્ટ સાથે કરવામાં આવશે કનેક્ટ

સંજીવની પ્રોજેક્ટ હેઠળ આંધ્ર પ્રદેશના રહેવાસીઓ માટે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) આઈડી સાથે જોડાયેલા આજીવન ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ બનાવવામાં આવશે. આ પહેલનું પાયલોટ પ્રોજેક્ટ પહેલેથી જ કુપ્પમ અને ચિત્તૂર જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવ્યું છે અને હવે તેને રાજ્યભરમાં પહોંચાડવામાં આવશે. AI ડોક્ટરમાં ગામ આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) અને આશા કાર્યકર્તાઓ દ્વારા ઘરેઘરે 41 પરિમાણોને આવરી લેતી આરોગ્ય તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.સેવાનો લાભ કેવી રીતે મેળવવો?

AI ડોક્ટર સેવા હજી સંપૂર્ણ રીતે શરૂ થઈ નથી, પરંતુ આવનારા મહિનાઓમાં તે શરૂ થવાની અપેક્ષા છે. સેવા શરૂ થયા પછી રહેવાસીઓ Google Play Store પરથી ABHA અથવા સંજીવની એપ ડાઉનલોડ કરી શકશે અને તેને આધાર વિગતો સાથે લિંક કરી શકશે. ત્યારબાદ વપરાશકર્તાઓ પોતાના લક્ષણો દાખલ કરીને AI દ્વારા જનરેટ થયેલી તબીબી સલાહ મેળવી શકશે. સ્માર્ટફોન ન ધરાવતા લોકો નજીકના PHCs અથવા ગામ આરોગ્ય કેન્દ્રોમાં જઈ શકશે, જ્યાં આશા કાર્યકર્તા અથવા ડોક્ટરો તેમને આ સેવા મેળવવામાં મદદ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here