TECHNOLOGY : ઈલોન મસ્કની કંપની ટેસ્લાનો ઓપ્ટિમસ રોબોટ બીજા ગ્રહ પર વસવાટ કરશે

0
9
meetarticle

ઈલોન મસ્કે તેમના હ્મુમનોઈડ રોબોટ્સના પ્રોજેક્ટ અંગે મોટો દાવો કર્યો છે. મસ્કના કહેવા પ્રમાણે આ રોબોટ્સ અત્યારના તમામ રોબોટ્સથી જુદા હશે. તે જાતે જ પોતાના જેવા બીજા રોબોટ્સ બનાવી શકશે. પૃથ્વી પર તો તેના કારણે બધા કામો સરળ બની જ જવાના છે, પરંતુ અન્ય ગ્રહો પર પણ માનવીય સહાય વગર આ રોબોટ્સ વસાહતો સ્થાપી શકશે. ઈલોન મસ્કની કંપની આ રોબોટ્સ પર કેટલાય સમયથી પ્રયોગો કરી રહી છે.ઓપ્ટિમસ નામના આ રોબોટ્સની એક કરતાં અનેક ખાસિયતો ગણાવાઈ રહી છે. ઈલોન મસ્કના દાવા પ્રમાણે ઓપ્ટિમસ રોબોટ્સ ઘર કે ફેક્ટરીમાં જ કામ કરવા જેટલી સીમિત ક્ષમતા ધરાવતા નહીં હોય.

આ રોબોટ્સ આપણી કલ્પના કરતાં ક્યાંય વધારે કાર્યક્ષમ સાબિત થશે. તેના કારણે પૃથ્વી પર તો માનવોનું કંટાળાજનક કામ ઘટી જ જશે, પરંતુ તે ભવિષ્યમાં અન્ય ગ્રહોમાં જઈને વસાહતો બનાવી શકશે. બીજા ગ્રહોમાં માનવીય સહાય વગર તે ખનીજો શોધી લાવશે. મકાનો બનાવશે, વસાહતો સ્થાપશે. પોતાની સિસ્ટમમાં કંઈ ખામી સર્જાશે તો એ સ્વયં એનું રિપેરિંગ કરશે. તે એટલે સુધી કે એ પોતાના જેવા અન્ય રોબોટ્સ પણ બનાવી શકશે.ઓપ્ટિમસ માણસની જેમ બે પગે ચાલશે. તેને હાઈલી ઓટોમેટિવ સિસ્ટમથી બનાવાયો છે. તે લાંબાં સમય સુધી માનવીય સહાય વગર કાર્યરત રહી શકશે. તેનામાં ચાર્જ કરવાથી લઈને રિપેરિંગની ક્ષમતા એવી રીતે સેટ થશે કે માણસનું એ ટેકનિકલ કામ પણ ઘટી જશે. ઈલોન મસ્કે એક્સ પ્લેટફોર્મમાં પોસ્ટ મૂકતા કહ્યું હતું: હા. ઓપ્ટિમસ દુનિયાનું પ્રથમ સ્વયં સંચાલિત મશીન છે. અન્ય ગ્રહમાં જઈને પોતાની રીતે વસાહતો સ્થાપવા માટે સક્ષમ છે. મસ્ક અગાઉ પણ એવો દાવો કરી ચૂક્યા છે કે તેમની કંપની જે રોબોટ બનાવે છે તે ચંદ્ર પર કે મંગળ પર જઈ શકશે અને રિસર્ચમાં મદદ કરશે. તેનાથી ગરીબી ખતમ થઈ જશે. માણસોએ કામ જ કરવું નહીં પડે. માનવ અન્ય ગ્રહમાં વસવાટ કરવા જઈ શકે છે કે કેમ તેનું પરીક્ષણ આ રોબોટ્સથી થઈ શકશે. જોકે, મસ્કે એમ પણ કહ્યું હતું કે આ કલ્પના વાસ્તવિક બનશે એમાં હજુ ઘણો સમય લાગશે.

ઈલોન મસ્કની ટેસ્લા કંપની અત્યારે આ રોબોટ્સ પર પ્રથમ તબક્કાના પરીક્ષણો કરી રહી છે. તેના હાથ-પગના હલન-ચલનથી માંડીને સંતુલન જાળવવું, જોવા-સમજવાની ક્ષમતા વિકસાવવી, જાતે નિર્ણયો લેવા – એ બધા પરીક્ષણો અત્યારે ચાલી રહ્યાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here