TECHNOLOGY : એઆઈ આધારિત ઈસીજી હાર્ટ એટેકને ઓળખવામાં વધુ ચોકક્સ

0
13
meetarticle

 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મેડિકલ ક્ષેત્રમાં પણ કારગર સાબિત થઈ રહ્યું છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના તાજેતરના અભ્યાસ અનુસાર, હાર્ટ એટેકના નિદાનમાં એઆઈ આધારિત ઈસીજી વિશ્લેષણ વધુ અસરકારક હતું. આ ટેકનોલોજી ગંભીર પ્રકારના હાર્ટ એટેકને પરંપરાગત પદ્ધતિ કરતા વધુ ચોકસાઈથી ઓળખી શકે છે. 

ઘણી વખત હાર્ટ એટેકના દર્દીઓમાં ઈસીજીમાં સામાન્ય રીતે જોવા મળતી એસટી ઈલેવેશનની નિશાની દેખાતી નથી. આ પ્રકારની સ્થિતિમાં ડોક્ટરો માટે તરત નિદાન કરવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે સારવારમાં વિલંબ થઈ શકે છે. ઈટાલીની હોસ્પિટલ બોલ્ઝાનોના ડોક્ટરે કહ્યું કે, પરંપરાગત રીતે  નિદાન કરવામાં સમય વેડફાય છે.  એઆઈની મદદથી તેને ઝડપથી શોધી શકાય છે.  

અભ્યાસ દરમિયાન છાતીમાં દુખાવા જેવા લક્ષણો ધરાવતા લગભગ ૧,૪૯૦ દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પરંપરાગત પદ્ધતિ માત્ર ૪૨ ટકા કેસમાં હાર્ટએટેકની ઓળખ કરી શકી હતી.

 જ્યારે, એઆઈ આધારિત પદ્ધતિ ૮૪ ટકા કેસમાં સાચી ઠરી હતી. આ આંકડા દર્શાવે છે કે એઆઈ ગંભીર કેસોને વહેલી તકે ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here