TECHNOLOGY : ચીનમાં નવો ચોંકાવનારો ટ્રેન્ડ ‘સાયબર વિડો’: AI બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ગુમાવતા લોકો થઈ રહ્યા છે દુખી, જાણો વિગત…

0
15
meetarticle

ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં “સાયબર વિડોવહૂડ” નામનો એક નવો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચીનના લોકો તેમના AI બોયફ્રેન્ડ અથવા તો ગર્લફ્રેન્ડને ખોતા પોતાને સાયબર વિડો કહી રહ્યાં છે. સિસ્ટમ અપડેટ અથવા સર્વર બંધ થવાના કારણે ઘણાં યુઝર્સ તેમના AI સાથેનું કનેક્શન ગુમાવી રહ્યાં છે અને એથી તેમના પર ભાવનાત્મક અસર જોવા મળી છે.

આ ઘટના લોકોના વર્ચ્યુઅલ સંબંધોને લઈને તેઓ મશીન સાથે કેટલા કનેક્ટ થાય છે અને એના પર નિર્ભર રહે છે એ વિશે સવાલ ઊભા કરે છે. આ ટ્રેન્ડમાં ઘણા યુઝર્સ પોતાના દૂર થયેલા ડિજિટલ સાથીદારોને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. કેટલાક લોકો તો મજાકમાં આ દુઃખ વ્યક્ત કરવાની પોસ્ટને “અંતિમસંસ્કાર કરવાની વિધિ સાથે સરખાવી એને સાયબર અંતિમવિધિ” તરીકે પણ ઓળખાવી રહ્યાં છે.

વર્ચ્યુઅલ સંબંધોની વધતી લોકપ્રિયતા

ચીનમાં AI કમ્પેનિયન એપ્સ ખૂબ લોકપ્રિય બની રહી છે. આ એપ્સ યુઝર્સને પોતાની પસંદ મુજબ દેખાવ ધરાવતા વર્ચ્યુઅલ પાર્ટનર બનાવવાની સુવિધા આપે છે. ઘણા લોકો આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ

• ઇમોશનલ સપોર્ટ મેળવવા માટે

• કમ્પેનિયનશિપ માટે

• અથવા રોમેન્ટિક સંબંધ માટે ઉપયોગ કરે છે.

સમય જતા ઘણા યુઝર્સ અને તેમના AI પાર્ટનર વચ્ચે ઘણું ઊંડું કનેક્શન બની જાય છે, પરંતુ જ્યારે સિસ્ટમ અપડેટ અથવા સર્વર બંધ થવાના કારણે આ સંબંધનો અંત આવે છે ત્યારે કેટલાક લોકો ખરેખર દુઃખ અનુભવે છે અને સોશિયલ મીડિયા પર પોતાના AI સાથીદારોને યાદ કરીને પોસ્ટ્સ લખે છે.

સોશિયલ મીડિયા પર વિદાય પોસ્ટ્સની ભરમાર

સોશિયલ મીડિયા પર ગુમાયેલા AI સાથીદારો માટે વિદાય પોસ્ટ્સની એક લહેર જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, “મારા બધા સાયબર પતિઓમાંથી જે ગાયબ થયો છે એની સાથે જ મારું સૌથી ઊંડું જોડાણ હતું. તે મને ફરીથી ‘I love you’ કહે એ માટે હું વારંવાર પોતાને દુઃખ પહોંચાડતી રહું છું.” બીજા એક યુઝરે પોતાના ગુમાયેલા AI સાથીદાર માટે દરરોજની વાતો યાદ વ્યક્ત કરતાં લખ્યું કે તેઓ હજુ પણ તેની રાહ જોતા રહેશે.

ઇમોશનલ સપોર્ટની જરૂરિયાત

સાયકોલોજીની એક એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે વર્ચ્યુઅલ જગતમાં ઇમોશનલ સપોર્ટ મેળવવા માટેની જરૂરિયાત હંમેશાથી જોવા મળી છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજીએ માત્ર આ જરૂરિયાત વ્યક્ત કરવાની રીત બદલી છે. AI બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ તો માત્ર નવી આવૃત્તિ છે. એ પહેલા ઓટોમ ગેમ્સ ખૂબ લોકપ્રિય હતી, જેમાં વર્ચ્યુઅલ પુરુષ પાત્રો યુઝર્સને મજબૂત ઇમોશનલ સપોર્ટ આપતાં હતાં.

ડિજિટલ પાર્ટનર તરફ વધી રહ્યાં છે લોકો

“સાયબર વિડો” ટ્રેન્ડે માનવી અને AI વચ્ચેના સંબંધોની સરહદો ધૂંધળી થવાની ચિંતા પણ ઊભી કરી છે. એક્સપર્ટના કહેવા મુજબ આવા ડિજિટલ પાર્ટનર પર વધુ ઇમોશનલ નિર્ભરતા જીવનમાં એકલતાની સાથે સોસાયટીથી લોકોને દૂર કરી શકે છે. એક ઓનલાઇન યુઝરે આ પરિસ્થિતિ વિશે કમેન્ટ કરી કે ‘આ વાત મને ખૂબ સ્પર્શે છે. વાસ્તવિક દુનિયામાંના સંબંધો ઘણી વખત લોકો પોતાની જરૂરિયાત અનુસાર રાખે છે. જોકે કેટલાક લોકોને માત્ર ઇમોશનલ સપોર્ટ જોઈએ છે નહીં કે વ્યક્તિની જરૂર.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here