TECHNOLOGY : ફાયરફોક્સમાં પણ એઆઈ

0
7
meetarticle

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આગમન સાથે આપણું ઇન્ટરનેટનું સર્ફિંગ અને સર્ચિંગ સતત એઆઇ આધારિત થવા લાગ્યુ છે. હવે વાત જે તે એઆઇ ચેટબોટની વેબસાઇટ કે એપ ઓપન કરીને તેમાં એઆઇનો ઉપયોગ કરવા જેટલી સીમિત રહી નથી.

આપણે ગૂગલ જેવા કાયમી સર્ચ એન્જિનમાં જૂની રીતે કંઈ પણ સર્ચ કરીએ તો પણ પહેલાં આપણો પનારો એઆઇ સાથે પડે છે. એ જ રીતે વિવિધ બ્રાઉઝરમાં પણ વધુ ને વધુ પ્રમાણમાં એઆઇ ફીચર્સ ઉમેરાવા લાગ્યાં છે. એ આપણને પસંદ હોય તો હવે પૂરેપૂરાં એઆઇ આધારિત વેબ બ્રાઉઝર પણ આવી ગયા છે (એ વિશે આપણે ‘ટેકનોવર્લ્ડ’માં અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ).

લાંબા સમયથી બ્રાઉઝર વોરમાં એક આગળ પડતું નામ રહેલ મોઝિલા ફાયરફોક્સમાં પણ હવે વ્યાપક રીતે એઆઇનું આગમન થઈ રહ્યું છે. થોડા સમય પહેલાં કંપનીએ નવા સીઇઓની નિમણૂક કરી ત્યારે તેમણે પોતાની પહેલી જ બ્લોગ પોસ્ટમાં ફાયરફોકસ બ્રાઉઝરમાં ‘એઆઇ વિન્ડો’ નામે જુદી જુદી ઘણી રીતે એઆઇ ફીચર્સ ઉમેરવાની જાહેરાત કરી છે.જોકે એ કારણે ફાયરફોક્સ બ્રાઉઝરના રિઅલ ફેન્સ અકળાયા! હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ બ્રાઉઝરમાં એઆઇના કોઈ ઇન્ફ્લ્યુઅન્સ કે અસર વિના વિના પોતાની રીતે જ વેબ બ્રાઉઝિંગ કરવા માગે છે. ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ એજ વગેરે અન્ય પોપ્યુલર બ્રાઉઝરમાં એઆઇ મોટા પાયે વણાઈ ગયા પછી ઘણા લોકો ફાયરફોક્સમાં એઆઇ નથી એ જ કારણે તેનો ઉપયોગ કરતા રહ્યા હતા.

હવે એમાં પણ એઆઇ આવી રહ્યું હોવાની વાતે એ લોકો નારાજ થઈ ગયા. તેમણે સોશિયલ મીડિયા પર આ વાતે પોતાનો ઉભરો ઠાલવ્યા પછી કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ફાયરફોક્સ બ્રાઉઝરમાં એઆઇનો ઉપયોગ સંપૂર્ણપણે ઓપ્શનલ રહેશે. એટલે કે લોકો ઇચ્છે તો બહુ સહેલાઈથી એક-બે ક્લિકમાં એઆઇ ફીચર્સ બંધ કરી શકશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here