દુનિયામાં ૨૭ કરોડ આઈફોન આઈઓએસ ૧૮ કે તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલી રહ્યાં છે. એ તમામ આઈફોન પર હેકિંગનો ખતરો છે. ગૂગલ અને સાઈબર સિક્યોરિટી ફર્મ લુકઆઉટ, આઈવેરિફાઈએ ચેતવણી આપી છે કે જૂના વર્ઝન્સમાં એક અસુરક્ષિત વેબ પેજમાં જવાથી ફોન હેક થઈ શકે છે. સુરક્ષિત વેબ બ્રાઉઝર્સ જ વાપરવાની સલાહ કંપનીએ આપી છે. એપલે પણ ફોનમાં આપેલા સિક્યોરિટી અપડેટની ભલામણ કરી છે.

હેકર્સે ડાર્કસોર્ડ નામની એક ટેકનિક વિકસાવી છે. એ તુરંત ધ્યાનમાં આવતી નથી, પરંતુ અજાણ્યા કે અસુરક્ષિત વેબ બ્રાઉઝરમાં પેજ પર ક્લિક કરીએ તો પણ ફોન હેક થઈ શકે છે. એક વેબ પેજની વિઝિટ કરો કે ફોન હેકર્સના સકંજામાં સપડાઈ શકે છે. ગૂગલ અને સાઈબર સિક્યોરિટી ફર્મ લુકઆઉટ, તેમ જ આઈવેરિફાઈએ ચેતવણી આપ્યા પછી એપલના પ્રવક્તાએ પણ યુઝર્સને સુરક્ષા અપડેટની ભલામણ કરી હતી.
એપલના કહેવા પ્રમાણે ગયા વર્ષે આઈઓસી-૧૫થી લઈને આઈઓસી-૨૬ સુધીના તમામ મોડલ્સમાં જે ખામીઓ હતી તે શોધી કાઢવામાં આવી હતી. કંપનીએ બધા જ જૂના મોડલ્સ અપડેટ કરી દીધા છે.
આઈઓસી-૧૫ અને આઈઓસી-૧૮ સુધીના વર્ઝન્સમાં અમુક હદથી વધારે અપડેટ મળે તેમ નથી છતાં કંપનીએ કહ્યું હતું કે જે સુરક્ષા અપડેટ આપવામાં આવ્યાં છે તે અપડેટ કરીને ફોનને સુરક્ષિત બનાવી શકાશે.
કંપનીએ એવી પણ સલાહ આપી કે આઈઓસી-૧૩ અને આઈઓસી-૧૪ના ખૂબ જૂના વર્ઝન્સમાં ઓપરેટિંગ સિસ્ટમ ૧૫થી અપડેટ કરવાની ખાસ જરૂર છે. એપલે કહ્યું હતું કે ગૂગલે જે ખતરનાક યુઆરએલથી ચેતવાની ભલામણ કરી છે તેને ધ્યાનમાં લઈને કંપનીએ આપેલા અપડેટ્સ ડાઉનલોડ કરી લેવાની જરૂર છે. વેબ બ્રાઉઝર્સના સુરક્ષા સેટિંગ્સ ઓન કરવાથી પણ જૂના ફોન હેકર્સથી સલામત રહેશે.ડાર્કસોર્ડ એક એવી ફાઈલલેસ હેકિંગ પદ્ધતિ છે કે જેની તુરંત જાણ નથી. કોઈ અજાણી લિંક કે બ્રાઉઝર પર વિઝિટ કરવાથી આ ટૂલ મોબાઈલાં આવી શકે છે. ડાર્કસોર્ટ ડેટા ચોરી કરીને પછી પોતાનો પુરાવો પણ નાશ કરી દે છે એટલે તુરંત ધ્યાનમાં આવતું નથી.

