TECHNOLOGY : 3 કિલોવૉટના સોલાર પ્લાન્ટમાં કેટલા AC અને પંખા ચલાવી શકાશે?

0
20
meetarticle

સોલાર પ્લાન્ટ આજના સમયમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે, કારણ કે તે વીજળીનો સસ્તો, સલામત અને ભવિષ્ય માટે ફાયદાકાર વિકલ્પ છે. સોલાર પ્લાન્ટથી વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થાય છે. ભારતના ઘણા ભાગોમાં વીજળીના કાપની સમસ્યા રહે છે. સોલાર પ્લાન્ટ હોવાથી દિવસ દરમિયાન વીજળીની ચિંતા નથી રહેતી. બેટરીલગાવવાથી રાત્રે પણ બેકઅપ મળી શકે છે. સોલાર પ્લાન્ટ લગાવવાનો સૌથી મોટો ફાયદો વીજળીના બિલમાં ઘટાડો છે. એકવાર સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ સૂર્યપ્રકાશથી ફ્રીમાં વીજળી ઉત્પન્ન થાય છે. તમારા માસિક વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અથવા તો લગભગ ખતમ થઈ શકે છે. 

આનો અર્થ એ કે શરૂઆતમાં ખર્ચ પરંતુ બાદમાં વર્ષો સુધી બચત જ બચત. સોલાર સિસ્ટમનું આયુષ્ય લગભગ 20-25 વર્ષ હોય છે. 3 કિલોવૉટ સોલાર પ્લાન્ટને ઘર માટે એક સારી મિડ-રેન્જ સિસ્ટમ માનવામાં આવે છે. પરંતુ તેમાં કેટલા AC અને પંખા ચાલશે તે કોઈ ફિક્સ નંબર નથી. તે તમારા ઉપયોગ, ઉપકરણોની ક્ષમતા અને સિસ્ટમના પ્રકાર પર આધાર રાખે છે.

3 કિલોવૉટ સોલાર સિસ્ટમ કેટલો પાવર આપે છે?

3 કિલોવૉટનો અર્થ એ છે કે આ સિસ્ટમ એક સમયે મહત્તમ 3000 વૉટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. ભારતમાં સરેરાશ 4-5 કલાક સારો સૂર્યપ્રકાશ મળે છે, તેથી આ સિસ્ટમ દરરોજ આશરે 12–15 યૂનિટ (kWh) વીજળી ઉત્પન્ન કરી શકે છે.

AC પાવર વપરાશ સમજો

AC એ સૌથી વધુ વીજળીનો વપરાશ કરતા ઉપકરણોમાંથી એક છે.

– 1 ટન AC: લગભગ 1000–1500 વૉટ

– 1.5 ટન AC: લગભગ 1500–2200 વૉટ

જો તમે 1.5 ટનનું એસી ચલાવો છો, તો તેમાં 1.5-2.2 કિલોવૉટનો વપરાશ થશે. આનો અર્થ એ છે કે 3 કિલોવૉટ સિસ્ટમમાં તમે એક સમયે ફક્ત એક જ AC આરામથી ચલાવી શકો છો, પરંતુ તેની સાથે વધુ ભારે લોડ કનેક્ટ ન કરી શકાય. 

કિલોવૉટમાં કેટલા પંખા ચાલી શકે છે

એક સામાન્ય સીલિંગ ફેન લગભગ 60-80 વૉટનો વપરાશ કરે છે. જો આપણે 70 વોટ માની લઈએ તો 10 પંખા ચલાવવા માટે 700 વૉટની જરૂર પડશે અને 5 પંખા ચલાવવા માટે 350 વૉટની જરૂર પડશે. તેથી, પંખા વધુ લોડ ન નાખે અને ઘણા પંખા સરળતાથી ચાલી શકે છે. 

કેટલા પંખા અને AC ચાલી શકે છે?

જો તમે માત્ર પંખા ચલાવવા માંગતા હોય, તો 15-20 પંખા આરામથી ચાલશે. લગભગ 1000–1200 વૉટમાં તમે 10–12 પંખા, 5-6 LED લાઈટ, ટીવી વગેરે ચલાવી શકો છો. ૩ કિલોવૉટ સિસ્ટમમાં એકસાથે 2 AC ચલાવવું મુશ્કેલ છે, કારણ કે 2 AC ચલાવવામાં લગભગ 3000–4000 વૉટનો વપરાશ થશે. આ સિસ્ટમની ક્ષમતા કરતાં વધુ થઈ જાય છે.બેટરી vs બેટરી વિનાની સિસ્ટમ

– On-grid સિસ્ટમ, દિવસ દરમિયાન સારું કામ કરશે, રાત્રે નહીં.

– Off-grid (બેટરી વાળી) સિસ્ટમ: રાત્રે પણ AC, પંખા ચલાવી શકો છો, પરંતુ બેટરી જલ્દી પૂરી થઈ જશે. 

– AC ચલાવવા માટે બેટરીની ક્ષમતા ખૂબ મોટી હોવી જોઈએ.

– તેથી તમારે હંમેશા સિસ્ટમને 100% લોડ પર પ્લાન ન કરવી જોઈએ. 3 કિલોવૉટ સોલાર પાવર પ્લાન્ટમાં તમે AC (1-1.5 ટન) આરામથી ચલાવી શકો છો. આ સાથે જ 8-12 પંખા અને અન્ય નાના ઉપકરણો ચલાવી શકો છે. તમે એક સાથે 2 AC ન ચલાવી શકો. જો તમારો ટાર્ગેટ 2 AC ચલાવવાનો છે, તો ઓછામાં ઓછી 5 કિલોવૉટ વાળી સોલાર સિસ્ટમ લેવી શ્રેષ્ઠ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here