TECHNOLOGY : એઆઈ જ વિદ્યાર્થીઓને ભણાવશે અમેરિકામાં સૌપ્રથમ સ્કૂલ ખૂલશે

0
26
meetarticle

અમેરિકામાં નવા જ પ્રકારની સ્કૂલની ચર્ચા ચોરે અને ચૌટે થઈ રહી છે. આ સ્કૂલ છે એઆઈ સ્કૂલ. આ સ્કૂલમાં કોઈ શિક્ષક જ નહીં હોય, એઆઈ જ બાળકોને ભણાવશે, વિદ્યાર્થીઓને બધા જ નિયમિત વિષયો એઆઈ ભણાવશે. જ્યારે ઇન્સ્ટ્રકટર એટલે કે માર્ગદર્શક ફક્ત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા જ ક્લાસમાં હાજર રહેશે. ટૂંકમાં શિક્ષકનું કામ ફક્ત સુપરવિઝનનું રહેશે, ભણાવવાનું નહીં.

અમેરિકાની આ આલ્ફા સ્કૂલ શિકાગોના લેકશોર ઇસ્ટમાં જેમ્સ એકેડેમીની જૂની બિલ્ડિંગમાં ખૂલશે. સ્કૂલના જણાવ્યા મુજબ તેનું એઆઈ મોડેલ વિદ્યાર્થીઓને પ્રતિ દિન બે કલાક શૈક્ષણિક વિષયો અંગે ભણાવશે. બાકીના સમયમાંવિદ્યાર્થીઓ વર્કશોપ કરશે, યુનિક પ્રોજેક્ટ કરશે અને જુદાં-જુદાં લાઇફ સ્કીલ્સ શીખવા પાછળ ગાળશે. શાળા પરંપરાગત પુસ્તકોના બદલે સોફ્ટવેર આધારિત લર્નિંગ ટૂલ્સના ઉપયોગની યોજના પણ બનાવી રહી છે.

આ સ્કૂલ કિંડરગાર્ટનથી લઈને આઠમા ધોરણ સુધીની હશે. તે લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓને ભણાવશે. ભવિષ્યમાં તેનું વિસ્તરણ કરવાની યોજના છે. તેની વાર્ષિક ફી ૫૫ હજાર ડોલર (૫૧.૭૩ લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. આલ્ફા સ્કૂલ પાસે અમેરિકામાં ૨૦થી વધુ સેન્ટર છે.જો કે હાઇસ્કૂલ પ્રોગ્રામ ફક્ત ઓસ્ટિન ટેક્સાસ સેન્ટર સુધી જ સીમિત છે.

આ નવા સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલના એઆઈ પ્લેટફોર્મના દ્વારા કમ્પ્યુટર પર અભ્યાસ કરશે. તેમના અભ્યાસક્રમમાં સ્કૂલે વિકસાવેલા સોફટવેરની સાથે-સાથે લાઇસન્સવાળા થર્ડપાર્ટી એજ્યુકેશન એપ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ સ્કૂલ બે સત્રમાં ચાલશે. સવારમાં ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેમા વિદ્યાર્થી એઆઈ આધારિત સોફ્ટવેર દ્વારા શીખશે. લંચ પછી વિદ્યાર્થી પોતાના લેપટોપ હટાવીને તે પ્રેક્ટિકલ વર્કશોપમાં ભાગ લેશે, જે લાઇફ સ્કિલ્સ, ટીમ વર્ક અને પ્રોજેક્ટ બેઝ્ડ લર્નિંગ પર આધારિત હશે. આ સ્કૂલની સહસ્થાપક મેકેન્ઝી પ્રાઇસે અમેરિકામાં ૧૩ સ્કૂલના ૧૦૦૦થી વિદ્યાર્થીઓ વચ્ચે કરવામાં આવેલા સરવેને ટાંક્યો છે. આ સરવે મુજબ ૯૪ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સ્કૂલ પસંદ છે. અમેરિકાની આ સૌપ્રથમ એઆઈ સ્કૂલની આખા અમેરિકામાં ચર્ચા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here