RAJKOT : જેતપુરના નવી સાંકળી ગામ પાસે હાઈવે પર આવેલ રાજાધીરાજ હોટલમાંથી ત્રણ મોબાઈલ ફોનની ચોરી કરનાર બાળ કિશોર ઝડપાયો

0
77
meetarticle

રાજકોટ જુનાગઢ નેશનલ હાઇવે પર જેતપુર તાલુકાના નવી સાંકળી ગામ પાસે હાઈવે પર આવેલ રાજાધીરાજ હોટલમાં કોઈ અજાણ્યા ઈસમો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ત્રણ મોબાઈલ ફોન કિ.રૂ. ૨૫.૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.

જેતપુર તાલુકા પોલીસ પીઆઈ એ.એમ.હેરમાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે આજુબાજુના સીસીટીવી તથા શંકાસ્પદ ઇસમોની હીલચાલ તેમજ એમ.ઓ ધરાવતા ઇસમોની તપાસ કરતા હતા તે દરમ્યાન એક હિરો સ્પ્લેન્ડર જીજે ૦૩ એ.આર ૫૦૨૦ વાળો ઇસમ રાત્રીના સમયે નેશનલ હાઇવે ઉપર અવાર નવાર નીકળતો જોવા મળેલ જે મોટર સાયકલ બાબતે તપાસ કરતા સર્વેલન્સ સ્ટાફને મળેલ હકીકત આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઉપરોક્ત હોટલમાંથી ગયેલ ચોરીના મુદ્દામાલ તથા અન્ય ચોરીના મુદ્દામાલ સાથે મળી આવતા અને પોતે જ ચોરી કરેલાની કબુલાત આપતા તેના વાલીને સાથે રાખી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સામે કાર્યવાહી કરી હતી. તેની પાસેથી એક મોટર સાયકલ કિ.રૂ. ૩૦ હજાર તથા મોબાઈલ ફોન પાંચ કિ.રૂ. ૩૫ હજાર મળી કુલ રૂપિયા ૬૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતો.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here