ડભોઇ શહેરના મહુડી ભાગોળ થી સુંદર કુવા રોડ પર ખાડા પડી ગયા હોય આજે સવારે એક ટેમ્પો ફસાઈ જતા માર મુસીબત સે બહાર કાઢવામાં આવ્યો હતો
વહેલી તકે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો જાગે ડભોઇ મહુડી ભાગોળ થી સુંદર કૂવાનો માર્ગ વહેલી તકે બનાવે તો લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે આ વિસ્તારના લોકોએ વારંવાર ડભોઇ નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી અહીંના રહીશ તો રહીશો પરેશાન થઈ ચૂક્યા છે જવું તો ક્યાં જવું એવી પરિસ્થિતિ થઈ ગઈ છે
ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો થોડી રહેમ આ વિસ્તારના લોકો પર રાખી અધૂરા કામ રોડ રસ્તા ના અને ગટરનું લાઈન અને પીવાની લાઈનનું કામ પૂર્ણ કરે વહેલી તકે રોડ ની મરામત કરે એવી માંગ ઉઠવા પામી છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



